દરિયો

દરિયો બની બેઠો છું છતાં, મીઠા પાણીનો સખત તરસ્યો છું, કોરા આભને જીલવા બેઠો છું, છતાં ઠંડા વાયરાથી ઠુઠવાયેલો છું.   વરસાદી માહોલ જામ્યો બરાબરનો, મેઘરાજા આવ્યા ઠાઠ ચડાવી, ધીમો ધીમો વરસાદ હોવા છતાં મુશળધાર વરસાદનો રઘવાયો છું,   આમતેમ કરી કેમ ને બધું પડતું મૂકીને અરણ્યે ચાલતો થાવ બોલો, પ્રેમરંગની મૂડી મળી ગઈ છતાં … Read more

રામ આગમન

ચૈત્રી નૌમે અવધ ધરાને ધન્ય કરી તમે, પિતા દશરથ અને માતા કૌશલ્યા ઘેર પધાર્યાં તમે, ત્રણ-ત્રણ ભાઈઓમાં શ્રેષ્ઠ બની આવ્યા તમે, લક્ષ્મણજીના મોટા ભાઈ- ભરત-શત્રુઘ્ન ના પિતરાઈથી વધુ સગાભાઈ છો તમે, મંજલી માના વચન પાળવા કર્યો તમે- રાજ પાઠનો ત્યાગ તમે, પિતા દશરથનું કોણે વચન નિભાવ્યું? એ તમે, ભાઈ કાજે રાજ છોડી વનવાસ ચાલ્યા તમે, … Read more

ક્યાં ગયું?

નીંદર છોડીને મારું સપનું ક્યાં ગયું ? જીવતર છોડીને મારું મનડું ક્યાં ગયું ?   કદીક દિવસે, કદીક રાતે સમણું આવે, માવતર છોડીને મારું રમકડું ક્યાં ગયું ?   હોય એ જ કહે સત્યને વળગી રહી એ, આવરણ છોડીને મારું દલડું ક્યાં ગયું?   હો, વ્યાકુળ મનમાં વાંચનાર પૂછે મને શું ? સ્મરણ છોડીને મારું … Read more

બેન

પ્રેમના તાંતણે તું આવી બાંધે રાખડી, વ્હાલથી મુખ મીઠું કરાવે છે તું બેનડી.   ભાવની ભૂખી તું, ભાવ ખાય તું ભાવથી, સ્નેહથી આપું અનેક ભેટ તુજને બેનડી.   વર્ષોનું આયુષ્ય માંગે તું, વીરાની રક્ષાએ, પ્રેમથી બાંધે રેશમની રાખડી તું બેનડી.   દાદા-દેવના કાયમ આશીર્વાદ તુજ વરસાવે, વિપત વિપદાની વેળાએ સાથે ખડી તું બેનડી.   તુજ … Read more

પ્રેમ અનુભૂતિ

મનમાં આપણા અંગઅંગનો સ્પર્શ અનુભવાય છે, આપણા એ કડક આલિંગન માંથી, પસાર થતી હવાથી બેહદ ઈર્ષા થાય છે, પ્રણય સમયે ઉપસ્થિત લાગણીના કણકણમાં- ફરીફરીને પ્રેમભાષાની પ્રણયગાથા રચાય છે, આપ દ્વારા, આપના મુખેથી બોલાયેલું મુજ નામ- મંદમંદ ધીરી હવામાં પ્રેમ પ્યારો અવાજ સંભળાય છે, મુજ તનની એકએક રૂહ આપના ચુંબન મેળવવા તરસે છે, મનને લોભાવાનારી, તવ … Read more

જાત

ભૂલતો જાવ છું મારી જાતને હું જેટલો, એટલો જ મારી જાતને મળતો જાવ છું.   લાગણીના ઝખમના હજી રૂજાણા નહિ, પળમાં જીવન બાળીને ચાલતો થાવ છું.   હો, મેળાપની ઈચ્છા ઘણી રાખી છે પ્રિયે, છતાં એકલા મનની હળવી એક રાવ છું.   ક્ષણમાં પ્રણય કરીને રાજી રહું તો રાજા, તવ સમય માંગીને જીવતો એક ભાવ … Read more

જિંદગી

હું સફરનો સથવારો છું એ જિંદગી, હું નયનમાં વશનારો છું એ જિંદગી.   એકલ માર્ગે ચાલતો થયો મિલને, હું મંઝિલનો નજારો છું એ જિંદગી.   વાતવાતમાં એક જ ધૂન ચાલે, પ્રિયે, હું રાતને ઉજાગનારો છું એ જિંદગી.   વેઠી ગણિત-અગણીત વ્યથાંની હોડ, હું અડીખમ ઇજારો છું એ જિંદગી.   બંદગીમાં એક દુઆ માંગુ, થાઓ ખુશ, … Read more

જિંદગી

હું સફરનો સથવારો છું એ જિંદગી, હું નયનમાં વશનારો છું એ જિંદગી.   એકલ માર્ગે ચાલતો થયો મિલને, હું મંઝિલનો નજારો છું એ જિંદગી.   વાતવાતમાં એક જ ધૂન ચાલે, પ્રિયે, હું રાતને ઉજાગનારો છું એ જિંદગી.   વેઠી ગણિત-અગણીત વ્યથાંની હોડ, હું અડીખમ ઇજારો છું એ જિંદગી.   બંદગીમાં એક દુઆ માંગુ, થાઓ ખુશ, … Read more

StatCounter - Free Web Tracker and Counter