મેહુલિયા આવકારો આપું..

વરસતા મેહુલિયાને મીઠો આવકારો આપું, ટેહુક્તા મોરલા થકી મીઠો આવકારો આપું.   વરસી જા હે વાદળી, અનહદ પ્રેમથી હોને! નાના ટાબરિયાં થકી મીઠો આવકારો આપું.   તું ધરાને ભીની કર, કર નદી-નાળાને ઉજાગર, ઉનાળાની તરસી ભો થકી મીઠો આવકારો આપું.   સમયને માત આપી, તું મન મૂકીને વરસી લે, જગતના તાત થકી હું મીઠો આવકારો … Read more

પ્રેમ કલ્પના

તમારું નામ, મારા મન રાખું તો ચાલશે? કાયમ વ્યોમવાદળી વરસવાની. કહો તો પ્રેમ ભીના વાદળે, પ્રણયના મીઠા પ્રવાહે, લાગણીના મધુર અવાજ, મને તમારાથી, મને તમારી યાદે, મને તમારી વાતે, બસ મને તમારામાં ખોવાયેલું રહેવું ગમે છે. શું તમે મને તમારામાં ખોવાયેલો રહેવા દેસોને? © મયુર રાઠોડ

લાગણી

લાગણી! શબ્દ અનુભવીને જ મનમાં કંઇક પ્રસરણ દોડી આવે છે. ગમતા પાત્રની કંઇક સ્મરણીય યાદ સાથે લઈ અનેક સ્મરણોનો કાલ્પનિક સાથ લઈ આવે છે. ઘણીવાર એક જ ક્ષણમાં વર્ષો જૂની યાદો તાજી કરાવી આપે એ લાગણી! ક્યારેક સમજવામાં વાર લાગે છે પરંતુ સાચો સમય આવતા હ્રદય સ્પર્શ કરીને, એ સત્ય લાગણી જીવનનો માર્ગ બની જાય … Read more

મન મેળ

તું ક્યાં છંદોબદ્ધ ગઝલ છે! જે હું સમજી-ગોઠવીને લખું.   હું તો એક અખૂટ-અધૂરી વાત, જે વાત પૂરી કરવા કાયમને મને તું મળે.   © મયુર રાઠોડ

જિંદગી

હું સફરનો સથવારો છું એ જિંદગી, હું નયનમાં વશનારો છું એ જિંદગી.   એકલ માર્ગે ચાલતો થયો મિલને, હું મંઝિલનો નજારો છું એ જિંદગી.   વાતવાતમાં એક જ ધૂન ચાલે, પ્રિયે, હું રાતને ઉજાગનારો છું એ જિંદગી.   વેઠી ગણિત-અગણીત વ્યથાંની હોડ, હું અડીખમ ઇજારો છું એ જિંદગી.   બંદગીમાં એક દુઆ માંગુ, થાઓ ખુશ, … Read more

અભાગણ

કેટકેટલી માંતાઓ રાખી, કેટકેટતી બાધાઓ રાખી, કે, અમારા ઘરે ઘરની લક્ષ્મી આવે, આજે એજ લક્ષ્મીના ઘરે- લાડકો દીકરો આવે એવી, કેટકેટતી માંતાઓ, બાધાઓ કરી, બાકી હતું તો પથ્થર એટલાં, દેવ પણ પૂજ્યા! થોડી તો શરમ કરો, એજ ઘરની લક્ષ્મીને, દીકરી આવતા, સૌ કોઈ ઘરની લક્ષ્મીને, એક અભાગણ કહે! ભૈ ઘોર કળિયુગ…   © મયુર રાઠોડ

અંગત જીવન

જીવનની અગણિત ક્ષણો કોઈ પણ વ્યક્તિ સાથે જીવી શકાય છે. પરંતુ આ બધી ક્ષણો માણવા માટે જીવનમાં કોઈ ખાસ પાત્ર કે વ્યક્તિ હોવું જરૂરી છે. એ વ્યક્તિ કે પાત્રની હાજરીમાં તમે તમારા અંદરના એક બાળકને જીવિત કરો છો. એજ તમારા મતે તમારા જીવનનો એક અતુલ્ય હિસ્સો છે. જે તમે ક્યારેય ખોવા ઈચ્છતાં નથી. એ વ્યક્તિ … Read more

કાનુડા તું ક્યાં રે ખોવાણો?

કાનુડા તું ક્યાં રે ખોવાણો? તારો ચાહનારો તારો ભગત તને યાદ કરે, કાનુડા તું ક્યાં રે ખોવાણો? તને મોહનારો તારો ભગત તને યાદ કરે…   દિવસે, ‘ને દિવસે પાપી માનવ પાપિલો બને, રાતોરાત ગરીબ મરવાને આરે આવે, કાનુડા તું ક્યાં રે ખોવાણો? તારો ચાહનારો તારો ભગત તને યાદ કરે…   સમય આવ્યો, થયું સતયુગ સમાપ્ત, … Read more