લેજે

જો કરી શકે તો મનને અનહદ પ્રેમ કરી લેજે,

સાથ આપી જિંદગીનો સરતાજ શીશે મૂકી દેજે.

 

મુસીબત સમય એક જ નજરાણું દેખાય આવે,

પળ બે પળની પ્રેમદાયી વાતમાં મન ભરી લેજે.

 

સાંભળવામાં વિશિષ્ઠ લાગે, જોવામાં અપ્રતીમ,

બસ સુખ-દુઃખને હરેક ઘડીએ સાથી બની લેજે.

 

એકમેકથી દુર હોવા છતાં સૌને દંપતિ લાગીએ,

બેઠું ખોળે કે ખભે માથું રાખીને તો સાંભળી લેજે.

 

ઈચ્છા કે લાગણી ખૂટશે નહિ ક્યારેય એકમેકની,

મળે જ્યારે મને તો મનભરી નયનમાં ડૂબાવી લેજે.

 

© મયુર રાઠોડ

2 thoughts on “લેજે”

Leave a Comment